ઘનશ્યામ ચરિત્ર - અંગુઠી


ઘનશ્યામ મહારાજ એક સમયે પોતાના ભાભી પાસેથી અંગુઠી (આંગળીમા પહેરવાની વીંટી) લઇને કંદોઇની દુકાને થી મીઠાઇ ખરીદવા ગયા. ભાભીએ બહુ ના પાડી છતા પણ અંગુઠી લઇને ઘનશ્યામ મહારાજ જતા રહયા. 

કંદોઇની સાથે ઘનશ્યામ મહારાજે સરત કરીકે હું કહુ ત્યાં સુધી મને મીઠાઇ જમાડવાની નહીતર અંગુઠી પાછી આપી દેવા ની. કંદોઇ બહુ જ લોભી હતો એટલે એને વિચાર્યુકે હું  ઘનશ્યામને થોડીક મીઠાઈ ખાઇને ધરાઇ જશે અને હું મોંઘા ભાવ ની વીંટી રાખી લઇશ.


પછી ઘનશ્યામ મહારાજ ધીમે ધીમે કંદોઇની દુકાનમાંથી બધી મીઠાઇ જમી ગયા અને વધારે મીઠાઇ માંગવા લાગ્યા. કંદોઇ તો આ જોઇને બહુ જ આશ્વર્ય માં પડી ગયો અને ઘનશ્યામ મહારાજને પગે લાગીને અંગુઠી પાછી આપી દીધી. 


ઘનશ્યામ મહારાજ અંગુઠી ઘરે આવીને પોતાના ભાભીને આપી દીધી. છપૈયાના લોકો એ આવીને આ અદભુત વાત ધર્મદેવને કરી.